લંકા દહન - 7

(19)
  • 3.7k
  • 7
  • 1.4k

બન્ને લાશ વચ્ચે બેઠેલો રમણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.કેટલાય દિવસોથી અકળાયેલો તેનો આત્મા જાણે કે અંધકારમાંથી બહાર આવ્યો હતો. આ સંપ્રદાયમાં સાધુ થવાની તાલીમ જગદિશે તેને ખાનગીમાં આપી હતી.કારણ કે તેનો પરિચય જ રમણ મહર્ષિ તરીકે કરાવેલ હોવાથી લોકોને આપવાના પ્રવચનો અને શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી હતો.જે રાત્રી દરમ્યાન જગદીશ એને શીખવાડતો.કેટલાક ભક્તોએ સરઘસ દરમ્યાન જગદિશાનંદજી સાથે દુર્વ્યવહાર કરનાર અજ્ઞાની જીવ તરીકે તેને ઓળખી કાઢ્યો હતો.પણ પછી ખૂબ ઓછા સમયમાં રમણે મહર્ષિ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને તેના પ્રવચનો (ઊંઠા) લોકોને ગળે ઉતરવા પણ લાગ્યા.અનેક લોકો માટે રમણ એક વિશ્વસનીય અને વંદનીય ગુરુ બની ગયો હતો. જગદીશની થિયરી તેને