સમયનું આયોજન

(34)
  • 8.1k
  • 12
  • 2.3k

સવારમાં જ્યારે આપણે જાગીએ છીએ તે સાથે જ ઇશ્વર આપણને એક અનમોલ ભેટ આપી દે છે- ર૪ કલાકના દિવસની ભેટ. આ ભેટને- સમયને કોઈ આપણાથી છીનવી શકતું નથી. જોકે આ ભેટ આપણા બધાને મળે છે. પણ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ મહત્વનું છે. ભવિષ્યને સુધારવું હોય તો વર્તમાનને સુધારવું જોઈએ. આજે કરેલા કાર્યોનું ફળ આવતીકાલે મળવાનું છે. જે માણસ વર્તમાનને બગાડી રહ્યો હોય એ ભવિષ્યને પણ બગાડી રહ્યો છે. એવું કહેવાય છે કે (અનુભવસિદ્ધ સત્ય પણ છે) કમાનમાંથી છૂટેલું તીર, જીભમાંથી નીકળેલા શબ્દો, નદીમાંથી વહી ગયેલું પાણી જેમ પાછા આવતા નથી એમ વહી ગયેલ સમય પણ પાછો