મૃગજળ - પ્રકરણ - 20

(172)
  • 5.1k
  • 8
  • 2k

મોહસીન કોલોનીના એ વરસોથી બંધ મકાનના જાણે નશીબ એકદમ ખુલી ગયા હોય એમ એ હજુ પણ એકલું ન હતું. એમાં લાઈટ સળગી રહી હતી મતલબ ત્યાં કોઈ હતું. મકાનના મુખ્ય ઓરડામાં રહેલી દીવાલ પરની ગોળ ભીત ઘડિયાળ સાડા સાતનો ટકોરો વગાડી રહી હતી. ઓરડામાં ડાબી તરફના ખૂણામાં રહેલી જૂની લાકડાની ચેર પર દિપક બેઠો હતો. એને નીકળવાને હજુ અડધા કલાકની વાર હતી. એ સમયનો પાબંધ હતો. સમયના મામલામાં એક ક્યારેય એક મિનીટ પણ આઘાપાછું ન થવા દેતો. દિપક ભૂતકાળ અને બાળપણના દિવસોમાં એક ડોકિયું કરી આવ્યો. એને યાદ હતું કારણની આંખોમાં આંસુ ન દેખી શકવાને લીધે