અમરપ્રેમ

(67)
  • 2.8k
  • 19
  • 905

અમર પ્રેમ     નિશાંત સવારે ઓફિસ જઇ રહ્યો હતો, આજે ઓફિસમાં થોડું કામ હોવાથી તે તેના નિયમીત સમય કરતાં થોડો વહેલા જવાનું હતું.શિયાળાનો સમય હતો આથી વાતાવરણમાં થોડીઘણી ધૂમમ્સનું પ્રમાણ હતું અને આવા ધુમમ્સભર્યા વાતાવરણને ચીરતા- ચીરતા આવતા વાહનોની અવર જવર પણ ધીમે - ધીમે વધી રહી હતી.    અચાનક નિશાંત ની નજર એક 20 વર્ષની આસપાસ ની ઉંમરની એક યુવતી પર પડી, જે ડેમની પાળી પાસે ઉભી હતી.નિશાંતે એક નજર એની તરફ કરી જેને જોતા એવું લાગી રહ્યું હતું કે તેની યુવાની હજુ તો શરૂ જ થઈ હોય, એક સંપૂર્ણ ભારતીય નારીનાં સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરતું એનું જોબન, કાળા રેશમી ચમકદાર વાળ,એકદમ