અવિનાશ ની આંખો પહોળી થઈ ગઈ... “માં તમે ? ....” અવિનાશ નો જીવ બચાવવા વાળું બીજું કોઈ નહીં પણ એની માતા ..અરુણલતા હતા. અરુણલતા : હા અવિનાશ .... તે જે દુષ્ટ કૃત્ય કર્યું છે , હવે એની કિમ્મત ચૂકવવાનો સમય આવી ગયો છે.યુધ્ધ નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. અવિનાશ : હા પણ તમે અહી ... આટલા સમય બાદ ? અરુણલતા : હા તારો જીવ બચાવવા...અને તું એટલો દુષ્ટતા પર ઉતરી આવ્યો છે કે તે તારી બહેન પર હુમલો કર્યો .જો તું મારો પુત્ર ના હોત તો તને હું મારા હાથે જ સજા આપી દેત.ક્યાં સુધી હું તારા ગુનાહ માફ કરીશ.મે