કયો લવ ? ભાગ (૫૦) “ખોલને દરવાજો પ્રિયા...પ્રિયા...ઓ યારા....!!” સોની દરવાજા પર બંને હાથે હજુ પણ આંસુઓ લઈને ચિંતાથી જોર જોરથી બરાડા પાડતી રહી. થોડી જ મિનિટોમાં પ્રિયાને ભાન થયું હોય તેમ પોતાના અસહ્ય દ્રશ્યોના વિચારોમાંથી અળગી થઈને સોનીના અવાજને સાંભળવા લાગી અને તે સાથે જ રૂદ્રનો વિચાર માત્ર કરીને પણ પોતાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હોય તેવો દર્દભર્યો અનુભવ કરવાં લાગી. “યારા.....આઆઆઆ !!” સોનીએ ચીસ પાડી. તે સાથે જ પ્રિયા સજજડ થઈને ઊઠી અને દરવાજો ખોલ્યો. સોની પ્રિયાને વળગી ગઈ. ફક્ત વળગી રહી. પ્રિયા અબુધની જેમ સોનીને વળગી રહી. પ્રિયાના હલચલનો કોઈ પ્રતિભાવ ન મળતાં ધીમે રહીને પોતાનાથી અળગી