કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

  • 5.3k
  • 1.3k

ટીવી રસિયાઓ આનંદો! હવે તમારા 'અચ્છે દિન' આવી ગયા છે! કારણકે હવે તમે વણજોઈતી ચેનલો કેન્સલ કરીને ટીવી ચેનલનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશો! ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા –ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકોની સવલત, સરળતા અને બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની રજેરજ માહિતી તેમજ વિવિધ ચેનલ્સ અને તેનાં પેકેજની પસંદગી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન અહીં રજૂ થયું છે. અત્યાર સુધી ટીવી ચેનલના ડીટીએચ (Direct to Home) –ડીશ ટીવી ઓપરેટર્સ અને કેબલ ઓપરેટર્સ દ્વારા ટીવી પ્રેક્ષકોને ટીવી ચેનલનાં મોટાં મોટાં પેકેજ પરાણે પધરાવી દઈને રીતસરના