રહસ્યના આટાપાટા - ભાગ 16

(114)
  • 6.4k
  • 13
  • 3.4k

(દરેક માણસની અંદર સારા - ખરાબ ભાવો, ઇચ્છાઓ અને ગુણો રહેલા હોય છે. હેન્રી જેકિલે તે બંને પ્રદેશોને અલગ કરવા રાસાયણિક પ્રયોગો કર્યા હતા અને તેમાં સફળ પણ થયો હતો. પ્રયોગોના અંતે તે એવું દ્રાવણ બનાવી શક્યો હતો જેને પીને જેકિલ, રાક્ષસી વૃત્તિવાળા ‘હાઇડ’માં પરિણમી શકે. હવે આગળ...) હું માંડ અડધી મિનિટ સુધી અરીસા સામે ઊભો રહ્યો હોઈશ ત્યાં મને બીજો અને મહત્વનો પ્રયોગ કરવાની ચટપટી જાગી. મારું સ્વરૂપ અને ઓળખાણ કાયમ માટે બદલાઈ જશે કે હું ફરી હેન્રી જેકિલ બની શકીશ, મારે મારું જ ઘર છોડીને ભાગવું પડશે કે એવું નહીં થાય, તે