સેલ્ફી:-the last photo Paart-15 જંગલી લોકોનું ત્યાં અચાનક થયેલ આગમનનું કારણ પુછવા માટે શુભમ,રોહન,જેડી,રુહી,મેઘા,પૂજા અને દામુ હવેલીનો મુખ્યદ્વાર ખોલી બહાર આવ્યાં.એમને આવીને જોયું તો હવેલીનું ચોગાન એ જંગલી લોકોથી ભરાઈ ચૂક્યું હતું. છોકરીઓ તો એ જંગલી લોકોને જોતાં જ ડરી ગઈ..એમની મોટી મોટી અંગારા જેવી ચમકતી આંખો અને ચહેરા પર ગુસ્સાનો ભાવ જોઈ એ ત્રણેય છોકરીઓ તો બે ત્રણ ડગલાં પાછી હટી ગઈ.એ લોકો નાં શરીર ઉપરથી ખુલ્લાં હતાં અને ખુલ્લા ભાગમાં કંઈક નિશાનીઓ છૂંદવામાં આવી હતી.એમનાં બધાં નાં એક હાથ માં ભાલો કે ધનુષ હતું જ્યારે બીજાં હાથમાં સળગતી મશાલો. બધાં નાં માથે એક દોરીમાં કબૂતર