સંબંધોનું વાવાઝોડું

(27)
  • 5.2k
  • 2
  • 1.5k

સંબંધોનું વાવાઝોડું સરસ્વતી દેવીની કૃપા થાય તો અઠવાડિયામાં એકવાર છાંટો પાણી થઇ જાય, પણ કૃપા થાય તો ને? સરસ્વતી મારી પત્નીનું નામ છે. મહિનાના છેલ્લા રવિવારે દેવીજીની કિટી પાર્ટીની જ રાહ જોતો, બીજો તો કોઈ લાભ ન થાય પણ દેવીજીની ગેરહાજરીમાં છાંટો પાણી આરામથી થઇ જાય. શનિવારનો હાફ ડે લઇ હું ઘરે પહોંચ્યો જ હતો અને દેવીજીના મુખકમલમાંથી શબ્દો સરી પડ્યાં... “ભાભીનો ફોન આવ્યો હતો. આવતી કાલે મુન્નાની છઠ્ઠી છે, મુન્નાનું નામકરણ મારે કરવાનું છે. મારે જાવું પડશે. ચાર વાગ્યાની બસ છે.” મારા દિમાગમાં તો લાડવા ફૂટવા લાગ્યા. છેલ્લા પંદર દિવસથી એક છાંટો’ય જીભે નહોતો અડાડ્યો. “જાનુ બે