નો રીટર્ન-૨ ભાગ-૫૫

(326)
  • 7.1k
  • 12
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૫૫ શબનમ ખરેખર સમજી નહોતી શકતી કે આટલી ઝડપે કોઇ તેનાં પર હાવી કેવી રીતે થઇ શકે...! તે અચંબામાં ગરકાવ હતી. હજું ગઇકાલે જ પ્રોફેસર અને તેની ટીમ અહીથીં પેલાં ખજાનાં પાછળ રવાનાં થઇ હતી. ત્યારે તેમણે શબમનને દિવાનનો કબજો સોપ્યોં હતો અને ખાસ તાકીદ કરી હતી કે કોઇપણ ભોગે તેણે આ કોટેજ છોડીને બહાર જવું નહીં. કમસેકમ એ લોકો પાછા ફરે નહીં ત્યાં સુધી તો નહીં જ...પણ, એક જ દિવસની અંદર બાજી આખી પલટાઇ ગઇ હતી. બે અજાણ્યાં બંદૂકધારી માણસોએ તેને બાનમાં લીધી હતી અને દિવાનને ભંડકીયામાંથી બહાર કાઢયો હતો. અને પછી શબનમની આંખો ઉપર પટ્ટી