પ્રકરણ-2 મીઠાં પાણીનું ઝરણું આખો દિવસ ગૌતમના મનમાં વહ્યાં જ કર્યું. કોલેજ છૂટ્યા પછી પણ તે બુરખાવાળીના વિચારમાં જ ગરકાવ હતો. મલયની પૂચ્છાઓનો હા અને ના માં જ જવાબ વાળી દેતો હતો. મલય મનમાં મૂંઝાય રહ્યો હતો,- અલ્યા સવારની વાતનું આટલું ટેન્સન કેમ છે તને.?! મેહતાસર કાલે બધું ભૂલી જશે. પણ વાત કાને પહોંચી ના પહોંચી કરી ગૌતમે કહ્યું,- હા, હવે એતો. ફરી પોતાના વિચારમાં પાછો ફર્યો. ઘરે પણ તેને બેચેની જેવું લાગતું હતું. ચહેરા પર તો સ્મિત હતું પણ અંદર મીઠી મૂંઝવણ હતી. મનમાં પેલી આંખો હજી રમી રહી હતી. ઘણાં બધાં સવાલો મનમાં આંટાફેરા કરતાં હતાં, બધાં