નશીલી....નશીલી...યે રાત હેં હેમંત કી..... રામને અભિમાન શાં? મરદને સાહસ શાં? સ્ત્રીને શણગાર શાં? શિયાળાને શસ્ત્રો શાં? ઠંડીનો ઠૂઠવતો પગ પેસારો સર્વે માનવના શરીર પર આક્રમણ કરવાની તૈયારી સાથે આવી પહોંચ્યો છે ત્યારે તેનાથી રક્ષણ મેળવવાના શસ્ત્રો સાથે સજ્જ જનમાનસ પણ સામી છાતીની લડાઈ દ્વારા પોબારા ગણાવી દેવા આતુર છે. જી.હા. હુજુર. વાત થઇ રહી છે ઠંડીની ફુલગુલાબી ઋતુ તરીકે નવાજવામાં આવેલી એવી શિયાળાની થરથરતી અને કાતિલ એવી હેમંત ઋતુની. તાપણું કરીને ટાઢમાં થરથરતા અને અલક- મલકની વાતો કરતા અલગારીઓના મોઢામાંથી પવનના સુસવાટા સાથે શશશ..... કરતો નીકળતો અવાજ એટલે હેમંત જામી ગયાના એંધાણ. મિલનની રાત્રિએ સોળે શણગાર સજીને શયનખંડમાં પોતાના