વૃધ્ધાશ્રમ(મરેલ જીવિત આશાઓનું ઘર) “ નાવ આઈ એમ રિકવેસ્ટિંગ ટુ મિ. જયેશ ફોર ગીવ સમ વર્ડસ ઓન ધિસ ઓકેશન.” - માઇક પર આવો અવાજ સંભળાયો જે આ પ્રોગ્રામના એન્કર દ્વારા એકદમ મધુર અને સુરીલા અવાજમાં બોલાયેલ હતાં. સ્ટેજ પરથી આવો અવાજ સાંભલાતાની સાથેજ આખો હોલ તાળીઓના ગળગળાટ સાથે ગુંજી ઉઠ્યો.મિ. જયેશનું નામ આવતા જ બધા એકદમ આનંદમાં આવી ગયા. મિ. જયેશએ આ સોસાયટીના નામાંકિત બિઝનેસમેન હતાં. મિ. જ્યેશે માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું, “ મિત્રો ! હું કંઈ એટલો મહાન વ્યક્તિ નથી,જેટલો તમે મને માનો છો, હું તમારા માંથી જ આગળ આવેલ એક વ્યક્તિ કે તમારો જ એક