મેથીપાક મેથીપાકમાં પણ ફરક હોય...! પહેલાં તો ચોખવટ કરી લઉં કે, બંદાએ મેથીપાકની હાટડી ખોલી નથી. બીજું, મેથી-પાક પાછળ ‘ પાક ‘ શબ્દ લાગે છે, તેથી પાકિસ્તાનની પ્રોડક્ટ સમઝવાની ગેરસમઝ કરવી નહિ.મેથીપાક એટલે ઘરમાં ચાર-પાંચ બંગડીવાળીએ બનાવેલી એ હિન્દુસ્તાની પ્રોડક્ટ જ છે અમુકને એ મેથીપાક આપે કે ખવડાવે, એવાં સંવેદનશીલ પ્રશ્નોને આપણે છંછેડવા નથી. એના કરમ એ ભોગવે. મિયાં-બીબીના મામલામાં અણવરિયાએ માથું નહિ મારવાનું. આ તો શિયાળો આવ્યો એટલે, મેથીપાક યાદ આવ્યો. બાજુવાળો