વ્હાઇટ ડવ ૯

(156)
  • 4.6k
  • 6
  • 3.4k

કાવ્યા એના રૂમમાં જતી રહી. એ હજી કાંપી રહી હતી. દિવ્યાના આત્મા સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે...શશાંક ગિન્નાયેલો હતો. સાંજે હોસ્પિટલ રાઉન્ડ લઈને આવ્યો ત્યારથી ચૂપ હતો. રાતના ભોજન સમયે પણ એ ચૂપ રહ્યો. આજ પહેલીવાર એવું બન્યું હશે કે એ જમતી વખતે ખપ પૂરતી જ વાત કરતો હોય!એને જોઈને કાવ્યાને હસવું પણ આવતું હતું અને દુઃખ પણ થતું હતું. હવે કાવ્યાને લાગ્યું કે પહેલી નજરે જ એ શશાંકના પ્રેમમાં પડી ચૂકી હતી. આજ સુંધી એ જે પુરુષની કલ્પના કરતી આવી હતી એના જીવનસાથી તરીકે એ આજ હતો. શરૂઆતમાં એને મમ્મી સાથે વધારે ખુલીને વાત કરતો જોયો ત્યારે