સવારે સોમ ઉઠ્યો ત્યારે હોસ્ટેલ ની રૂમ માં હતો. ભુરીયા એ કહ્યું ઉઠી ગયા ,સરકાર!!. સોમ તું પણ કમાલ કરે છે ખબર છે તને કે તારી તબિયત સારી નથી અને તું કમજોર છે તો પછી બહાર કેમ ગયો હતો એ તો ભલું થાય ચોકીદાર નું જે તને રૂમ સુધી મૂકી ગયો. તું ક્યાં ગયો હતો ? સોમ ને હજી કળ વળી ન હતી તે ગઈકાલ નો આખો ઘટનાક્રમ યાદ કરી રહ્યો હતો. ત્યાંજ ભૂરિયાએ પાછો ટોક્યો ઓ હેલો ભાઈ તને પૂછું છું ક્યાં ગયો હતો ? સોમે કહ્યું ઘણા દિવસથી બહાર નહોતો ગયો તો અમસ્તો જ આંટો મારવા ગયો હતો,