દિવસો જેમતેમ વીતવા લાગ્યાં. વિશાલ, રાધાબહેન અને મીરા સૌ પોતપોતાની રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. સૌથી વધુ તકલીફ મીરાને પડી રહી હતી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવાની મથામણમાં એનો સમય ક્યાં જતો ખબર પણ ન પડતી. પતિ સાથેના જે એકાંતભર્યા અને આનંદમય જીવનની એણે કલ્પના કરી હતી એ જાણે એનાથી દૂર જઈ રહ્યું હતું. વિશાલને ઘરની બનાવેલી જ રસોઈ ભાવતી, એટલે મીરા કોઈ વાનગી બનાવવાનું આયોજન કરતી તો જરૂરી વસ્તુઓમાંથી એકાદી વસ્તુ તો ખૂટતી જ. ઘણીવાર વિશાલના મોજા ન મળે તો ઘણીવાર એનો રૂમાલ પણ ન મળે. એની