ભેદી ટાપુ - ખંડ બીજો - 7

(263)
  • 11.3k
  • 27
  • 6.9k

લીંકન ટાપુના રહેનારાઓને પોતાનું રહેઠાણ ફરીથી પ્રાપ્ત થયું. સરોવર તરફનો રસ્તો ખોલવો ન પડ્યોય એટલું સદ્દભાગ્ય કડિયાકામની મહેનત બચી તેઓ જૂનો રસ્તો ખોલવા જતા હતા, બરાબર તે વખતે વાંદરાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. આ કેવી રીતે બન્યું અને ખુલાસો ન કરી શકાય એવી રીતે બન્યું. કોઈ કે તેમને ગ્રેનાઈટ હાઉંસની બહાર હાંકી કાઢ્યા. કોણ હશે એ? અથવા વાંદરાની પીછેહઠનો આ એક જ ખુલાસો હોઈ શકે. દિવસ દરમિયાન વાંદરાઓને જંગલમાં દાટી દીધા. પછી ગ્રેનાઈટ હાઉસમાં વાંદરાઓએ જે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું તેને ફરીથી વ્યવસ્થિત કર્યું. સદ્દભાગ્યે તેમણે કંઈ તોડફોડ કરી ન હતી.