હકારાત્મક અભિગમ

(27)
  • 13.3k
  • 12
  • 3.3k

બે મહાપુરૂષોના સૂત્રો મને બહુ ગમે છે. એક તો બીજી સદીમાં થઈ ગયેલો રોમન રાજા અને ફિલસૂફ માર્કસ ઓરેલિયસ.એણે કહ્યું હતું “આપણે જેવું વિચારીએ છીએ એવું આપણું જીવન બને છે.” અને બીજું, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન, ઇતિહાસકાર, લેખક, અને ચિત્રકાર રહી ચુકેલા વિન્સટન ચર્ચિલનું આ વાક્ય “અભિગમ એક નાનકડી બાબત છે પરંતુ જીવનમાં એ મોટો પ્રભાવ પાડે છે.” અભિગમ અર્થાત એટીટયુડ એટલે શું? કોઇ પણ વસ્તુ, બાબત કે માણસો વિશે માનસિકતાની સ્થિતિને અભિગમ કહેવામાં આવે છે. તમે કોઇપણ વસ્તુ કે પરિસ્થિતિમાં શું જુઓ છો, એના કરતા કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. તમે શું સાંભળો છો એ મહત્વનું