નિયતિ...

(60)
  • 3k
  • 6
  • 959

એલાૅમ વાગ્યુ, સવાર ના છ થયા હતા. રેણુ એ માંડ માંડ આંખો ખોલી અને એલાૅમ બંધ કયુૅ. આજે કેટલા દિવસો પછી એ થોડુ સૂઇ શકી હતી. લાંબા ઊજાગરા અને સતત રડવાને લીધે અેની આંખો સુજિ ગઇ હતી. સુજેલી આંખો એ એણે બારી બહાર નજર નાખી. હજી અંધારુ છવાયેલુ હતુ. થોડી પળો એ અંધારા આકાશ તરફ તાકી રહી જાણે એની પોતાની જ મનસ્થિતિ ન જોઇ રહી હોય. શુ હતુ અને શુ થઈ ગયુ એ વિચારતી રહી પછી ઊંડો નિસાસો નાખી ફરી રુમ તરફ વળી. મલય હજી સુતો હતો. એના ચહેરા પર વેદના પડખુ લઇ રહી હતી. મલય એનો પતિ, પતિ