આગળના ભાગમાં આપણે જોયું કે અભી એકતરફ નિંદ્રામા છે જ્યારે આ તરફ સૌમ્યા ભૂતકાળમાં સરી પડે છે. સૌમ્યા ને અભી ની મિત્રતા હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજમાં પણ અકબંધ રહી હતી. હવે આગળ... ઠેસ મારે ને દરિયો ઉગાડતી યુવાની,હાથ ફેલાવે ને આગ લગાવતી યુવાની,મોં ખોલે ને જુવાળ ઉઠાવતી યુવાની,ખુલી આંખે શમણાં પુરા કરતી યુવાની...અભી અને સૌમ્યાના આમતો કોલેજમાં ઘણા મિત્રો બની રહ્યા હતા પણ જેમ બધાને કોલેજમાં ખાસ મિત્રોનું ગ્રુપ હોય એવું જ એમનું પણ ગ્રુપ હતું. તેમના ગ્રુપમાં સદાય હસતો ને હસાવતો 'વેદ' હતો. થોડો પોતાનામાં ખોવાયેલો રહેતો,ઓછા બોલો 'સ્વપ્નિલ' અને સૌમ્યાની કોલેજમાં અત્યાર સુધીમાં બનેલી એક માત્ર મિત્ર અને