મિત્રતા...

(26)
  • 3.9k
  • 5
  • 1.4k

મિત્રતા….(વાત મનુષ્ય અને પ્રાણી વચ્ચેના મિત્રભાવની..) જમીન પર એક ગાય નિષ્પ્રાણ હાલતમાં પડેલ હતી, કરાશન તેને એકદમ વળગીને ધ્રુસકે રડી રહ્યો હતો, તેની બાજુમાં જ એક સફેદ અને ભૂખરા રંગનું એકદમ સુંદર અને મોહક કૂતરું આંટા મારી રહ્યું હતું, પોતાના માલિકને આટલા દુઃખી જોઈને તેની આંખોમાંથી પણ આંસુઓ એક ઝરણાની માફક દડ- દડ વહી રહ્યા હતાં, એટલીવારમાં પેલું કૂતરું જાણે આપણે કોઈને સાંત્વના આપીએ તેવી રીતે પોતાના માલિકના ખોળામાં બેસી ગયું અને વ્હાલથી પોતાની જીભ વડે પોતાના માલિકના ચહેરાને પંપાળવા લાગ્યું….મિત્રો કહેવાય છે કે આ બધા પ્રાણીઓને ઈશ્વરે જુબાન આપેલ નથી પરંતુ ભગવાને તેમને એટલી સમજણ શક્તિ આપેલી છે કે