‘રીધી ,બહુ ખુશ છે ને તું મારા લગ્ન થવાના છે એટલે કે હવે તારો વારો આવી ગયો એમ કરી ’, એકતા હસતાં-હસતાં બોલી .ના.... રે....દી હું તો લગ્ન નથી કરવાની .આઈ વોન્ટ ફ્રિ લાઈફ....આંખના મીચકારા કરતી રીધિમા એકતાને વળગીને કેહવા લાગી .જો જે જાનમાં આવેલા કોઈ ને ગમી ગઈ તો ?મને મઝા પડી જાય .પણ રીધુ ....આટલું બોલતા એકતા ઉદાસ થઇ ગઈ ....અટકી ને પાછી બોલી ,તને બહુ કામ પડે છે યાર .મારા લગ્ન ને મમ્મી બીમાર પડી ગઈ ને પાપા ને તો પેહેલેથી જ હાર્ટ પ્રોબ્લેમ .એકલા હાથે તું બધું હેન્ડલ કરે છે.........થેંક્યું માઈ લવિંગ સિસ્ટર .દી ,પ્લીઝઝ્ઝ્ઝ ....જો