મૃગજળ - પ્રકરણ - 16

(169)
  • 4.4k
  • 4
  • 2.1k

કરણ અને નર્મદા બહેનને ધવલ પરાણે નયનના ઘરે લઈ ગયો હતો. નયનનું ઘર સામાન્ય કરતા ખાસ કહી શકાય એમ હતું. એના ફોયરમાં સોફાચેર, કોસ્ટલી વુડન ફર્નીચર અને એલ.ઈ.ડી. ટેલીવિઝન જેવી ચીજો એની સારી એવી આવકને દર્શાવી રહી હતી. ફોયરના સોફા ઉપર કરણ પીઠ ટેકવીને સિલિંગમાં લગાવેલ પંખાની ફેરી જોઈ રહ્યો હતો. એનું મન પણ એ ફેનની ફેરી જેમ ફરતું હતું! ગજબ ભયાનક રીતે એ મૂંગો બેઠો હતો! આખું વાતાવરણ શાંત હતું. મૃત્યુ પછીની શાંતિ! કરણ માટે જાણે એની વૈભવી, એનો પ્રેમ, એની પત્ની એનું બધું જ જે હતી તે વ્યક્તિ મૃત્યુ પામી હતી! કોલેજમાં