ક્ષિતિજ ભાગ-17“ ક્ષિતિજ વાત તો મારે પણ આજ છે. મેં એને જોયો પણ નથી. અને મારી તો સગાઇપણ નકકી કરી નાખીછે..”“ ઓહ .”ક્ષિતિજ ના મોઢાં માંથી ઉદગાર નીકળી ગયો. પણ ફરી એ થોડો સ્વસ્થ થઈ ને બોલ્યો.“ નિયતી હું કોઈ પણ જાતની વાત ફેરવ્યા વગર તને કહેવાનું પસંદ કરીશ..”નિયતિ એની સામે જોઈ રહી..“ હમમ” એણે ટુંકો કોઇ ઉત્સાહ વગર નો જવાબ આપ્યો .“ જો નિયતિ એકસીડન્ટ થયો ત્યારથી મને તારા માટે કંઈ અલગ જ ફિલીંગ હતી. હું સમજી નહોતો શકતો. કે હુ તારા તરફ કારણ વગર નુ ખેંચાણ અનુભવી રહ્યો હતો. મારુ તારા તરફ નુ વર્તન કઇ વિચિત્ર પણ ન સમજી