આજથી ૬ મહિના પેલા ની વાત છે મને મારા કામ થી અમદાવાદ જવાનુ હતુ એટલે આણંદ થી અમદાવાદ ની બસ પકડવાની હતી હુ જરા મોડી પડેલી એટલે જરા ઉતાવળ મા આવી સ્ટેશન પર. જોયુ તો બસ ઉપડવાની તૈયારી માં જ હતી એટલે મેં દોડી ને બસ પકડી માંડ જગ્યા મળી એટલે હુ બેઠી. મને મારા કામ અંગે કેટલાય ટાઇમ થી કાંઇ સારુ સુજતુ ન હતુ લખવા માટે એવા વિચારો કરતી હતી ત્યાંજ એક મીઠો અવાજ કાને પડયો “ બેટા પાણી પીશ?” ને મારુ ધ્યાન તુટયુ મે જોયુ તો મોટી ઉંમરના એક માંજી બેઠા હતા મારા બાજુમાં સફેદ વાળ અંબોડો વાળ્યો