રહસ્યના આટાપાટા - ભાગ 14

(122)
  • 7k
  • 6
  • 2.9k

(લેનીયને અત્યાર સુધીમાં જણાવ્યું છે કે ડૉ. જેકિલના પત્ર પ્રમાણે વર્ત્યા પછી તે, જેકિલનો માણસ આવે તેની રાહ જોતો બેઠો હતો. બરાબર બાર વાગ્યે તેના ઘરનો દરવાજો ખખડ્યો અને તેણે દરવાજો ખોલીને જોયું તો બહાર એક બટકો માણસ ઊભો હતો. હવે આગળનું વૃત્તાંત લેનીયનના શબ્દોમાં...) “શું તને ડૉ. જેકિલે મોકલ્યો છે ?” મેં પૂછ્યું. તેણે ‘હા’ કહી એટલે મેં દરવાજામાંથી ખસી તેને ઘરમાં પ્રવેશવા પરવાનગી આપી. જોકે, તે તરત દાખલ ન થયો. ‘કોઈ પીછો તો નથી કરતું ને’ તેવો ભય હોય તેમ તેણે પાછળ ફરીને જોયું. દૂર રસ્તા પર એક પોલીસવાળો પેટ્રોલિંગ કરતો ઊભો હતો. શહેરની સલામતી માટે