ભેદી ટાપુ - ખંડ બીજો - 6

(268)
  • 11.5k
  • 22
  • 6.8k

હાર્ડિંગ સ્તબ્ધ થઈ ગયો. તે કંઈ બોલતો ન હતો. તેને સાથીઓ અંધારામાં દીવાલ ઉપર સીડીની શોધખોળ કરતા હતા. હવાથી કદાચ આડી અવળી થઈ ગઈ હોય કે નીચે પડી ગઈ હોય! પણ સીડી તો તદ્દન અદશ્ય થઈ ગઈ હતી. “જો કોઈએ મજાક કરી હોય તો આ ક્રૂર મજાક છે!” ખલાસી બોલ્યો “હું તેને જોઈ લઈશ!” નેબ તો “ઓહ! ઓહ! ઓહ!” એમ ચીસો પાડતો હતો. “કોઈએ આપણી ગેરહાજરીમાં આપણા ઘરનો કબજો લીધો છે અને સીડી ઉપર ખેંચી લીધી છે.” સ્પિલેટ બોલ્યો.