નો રીટર્ન-૨ ભાગ-૫૨ દરેક અજાણી જગ્યાનો એક ડર હોય છે. ડર એ વાતનો કે તમે પહેલી જ વખત તેનો સામનો કરતાં હોંવ છો. જ્યારે તમે એ જગ્યાનાં હેવાયા બની જાઓ ત્યારે આપોઆપ એ ડર નાબુદ થઇ જતો હોય છે. પિસ્કોટા ગામ મારા માટે તદ્દન અજાણ્યું હતું એટલે એક ડર મનમાં હતો કે અહીં મારે જે જાણવું છે એ કેવી રીતે અને કોને હું પુંછીશ..? પેલો યુવાન પાદરી મારી હેલ્પ કરશે કે નહીં..? તે અંગ્રેજ આદમી હતો એટલે તેની સાથે કમ્યૂનીકેશનમાં તકલીફ થવાની નહોતી. પણ... મારે ઉતાવળ કરવાની હતી. મને કાર્લોસ અને તેની ટોળકી ઉપર સહેજે ભરોસો નહોતો. હું જાણતો