ઠાકરે – બાળાસાહેબ અને નવાઝુદ્દીન માટે જરૂર જોવાય પોતાના સમયમાં સતત વિવાદાસ્પદ અને આગઝરતા નિવેદનો માટે જાણીતા બાળાસાહેબ ઠાકરેના જીવન પરથી ફિલ્મ બને એટલે એને જોવાની રાજકારણના શોખીનને ઇન્તેજારી હોય જ. બાળાસાહેબ કે તેમના પક્ષ શિવસેનાને સ્પર્શ કરતો વિષય હોય અને તેમ છતાં કોઈ વિવાદ ઉભો ન થાય એ એટલુંજ આશ્ચર્ય છે જેટલું ઉદ્દામ હિન્દુત્વનો સ્વીકાર કરતા બાળાસાહેબની ભૂમિકા એક મુસ્લિમ અદાકાર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવે! મુખ્ય કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, અમૃતા અરોરા અને રાજેશ ખેરા કથા: સંજય રાઉત સંગીત: રોહન-રોહન નિર્માતાઓ: વાયાકોમ ૧૮ અને અન્યો પટકથા અને નિર્દેશન: અભિજિત ફણસે રન ટાઈમ: ૧૩૯ મિનીટ્સ કથાનક: બાળાસાહેબ ઠાકરે (નવાઝુદ્દીન સિદ્દીકી) પર