હમ હાર ચૂકે સનમ

  • 2.5k
  • 714

હમ હાર ચૂકે સનમ..! વિફરેલી વાઈફની જેમ ટાઈઢ હવે જોરપકડવા માંડી. ગાદલાની ઉપર સુવાને બદલે ગાદલા નીચે ભરાવાનું મન થાય એવી હાલત છે. ઘૂંટણીયામાં કોઈ આતંકવાદી ભરાય બેઠો હોય, એવાં ત્રાસ આપે છે. આવાં વરતારામાં, ‘ દિલ દે ચૂકે સનમ ‘ ની ધૂન કાઢીએ તો, મરશીયામાં ગરબો ગાતાં હોય એવું લાગે. અથવા કહો કે, દાળને બદલે, શીખંડ નાંખીને ભાતના ફડકા મારતો હોય એવું લાગે. એટલે કસ્સ્સમ ખાયને કહું કે, ટાઈટલ ભલે ‘રોમેન્ટિક ‘ લાગે, બાકી કથાવસ્તુમાં પ્રેમલા-પ્રેમલીની સહેજ પણ છાંટ નથી. વાત કરવી છે, ચૂંટણીમાં હારેલા નરેશોની..! જેમણે