પ્રતિક્ષા ૧૬

(135)
  • 4.5k
  • 12
  • 2k

“ઉર્વાનો ફોન ઉપાડતું નથી કોઈ એટલે તને કહું છું ધ્યાનથી સાંભળ...” કહાન હેલો કહે તે પહેલા જ સામે છેડેથી અવાજ આવ્યો“હમમ”“ઉર્વિલનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ.”“ઓકે. હું ઉર્વાને કહી દઈશ” પોતાના ચેહરા પર કોઈજ એક્સપ્રેશન લાવ્યા વિના કહાન બોલ્યો“આર યુ શ્યોર કહાન? ઉર્વા મારી નાખશે હો મને જો તું એને ટાઈમસર વાત નહિ પહોંચાડે તો...” સામે છેડેથી અવાજમાં ગભરાહટ ભળી“હા, ભાઈ કહી દઈશ એને”“આગળની સ્ટ્રેટેજી શું છે તો? ક્યારે કહીશ મને?” સામે છેડેથી ઉચાટમાં ફરી પ્રશ્ન આવ્યો“ભાઈ પહેલા ઉર્વા સાથે વાત તો કરવા દે, હું ફોન કરું તને... સીઝને આવ્યો છું કામથી...” કહાન વાત બને તેટલી જલ્દી પતાવવાનો પ્રયાસ કરી