પીળી કોઠીનો લોહી તરસ્યો શયતાન - ૬.

(40)
  • 3k
  • 5
  • 1.3k

૬. શેઠને ત્યાં પુત્ર રત્ન “કેમ બેટા, આજે તુ બહુ ઉદાશ દેખાય છે?” પંડિત જગન્નાથ એક માસુમ તરુણને પૂછી રહ્યા હતા. તરુણની આંખોમા પાણી ઘસી આવ્યા. તેણે કહ્યુ, “પપ્પા મને આ ગામ છોડીને જવા કહે છે, શહેરની કોલેજમા તેમણે મારો દાખલો કરાવ્યો છે, અભ્યાસ કરવાનુ તો મને ગમે છે પણ તમને બધાને છોડીને જવાનુ મને નથી ગમતુ.” વાત એમ હતી કે અમનપુરના શેઠ રસિકલાલ શાહ ઇચ્છતા હતા કે તેમનો એકનો એક પુત્ર સંજય વધુ અભ્યાસ કરે. સંજયે તેનો શાળાનો અભ્યાસ પૂર્ણ થતા જ પિતાના કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું, આમ જ બે વર્ષ વહી ગયા હતા.