બે… ત્રણ… ચાર… પાંચ… ફોનની રીંગ વાગતી રહી અને છેવટે કે. કે. એ રીસિવર હાથમાં લીધું. એનું દિલ જોર જોરથી ધડકતું હતું. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ,... આ જ ઓફિસ,... એ જ કે. કે. અને સામે છેડેથી વહેતો ડૉક્ટર નો અવાજ… “થેન્ક ગોડ! તારો કોન્ટેક્ટ તો થયો. ક્યારનો ટ્રાઇ કરૂં છું. મોબાઈલ સતત સ્વીચ ઓફ બતાવે છે. અને આ લેન્ડ લાઇન પર પણ ક્યારની રીંગ વાગતી હતી! સારૂં થયું કે. કે., તે સમયસર રીસિવર લઈ લીધુ, અધરવાઈઝ હું લાઇન કટ કરવાજ જતો હતો. ”ડૉક્ટર નો અકળાયેલો અવાજ સાંભળીને કે. કે. ખડખડાટ હસી પડ્યો. એક્ટિંગ કરવાનો શોખ તેની મદદે આવ્યો અને મનમાં ચાલતી ગડમથલ