આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૪મેઘા બોલવાનું શરુ કરવાની જ હતી ત્યાં ખાન સાહેબ તેને રોકીને પુછે છે, "તારી સાથે બીજુ કોણ હતું? ""મારી સાથે કોઇ નથી. મારે તમને જે કહેવું છે તે તમે મને બોલવા દો."મેઘાની વાતની શરુઆત જ થઇ હતી ત્યાં મીટીંગની અંદર મેસેજ મળે છે કે સુજાતા તેના સિનિયર એડવોકેટને લઇને ક્રાઇમ બ્રાંચ આવી છે. ખાન સાહેબ મેઘાને થોડીવાર માટે બોલતા અટકાવી મીટીંગ રુમમાંથી બહાર આવી સુજાતા અને તેના એડવોકેટ સાથે વાત કરે છે. તે બધાની વચ્ચે ગરમાગરમી થાય છે અને વાતાવરણ ઉગ્ર બનવાની તૈયારીમાં જ હતું ત્યાં એડવોકેટના પ્રશ્નોના જવાબ ટાળવા માટે