લવ ,લાઈફ અને કન્ફ્યુઝન

(102)
  • 7.7k
  • 25
  • 3.4k

લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ.