હતી એક પાગલ - 2

(410)
  • 8.9k
  • 18
  • 6.6k

હતી એક પાગલ..!!:-ભાગ 2 "શિવાય" કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી ગયો..યંત્રવત બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી. "આપ કોણ..?"શિવે કાર નો દરવાજો બંધ કર્યો અને એ યુવતી ની જોડે જઈને ઉભો રહ્યો. સફેદ રંગ નાં સલવાર કમીજ અને રંગબેરંગી દુપટ્ટામાં સજ્જ એ યુવતી નો ચહેરો વીતેલાં જમાનાની અદાકારા મધુબાલા જેવો લાગતો હતો.આંખો ને મફકસરની કાજળ લગાવી વધુ પાણીદાર બનાવી હતી.હાથની આંગળીઓના નખ નેઈલ-પોલિશ કરી આકર્ષક બનાવેવાં હતાં..શિવ ને જોતાં ચહેરા પર એક મોટી સ્મિત સાથે બોલી. "મારું નામ આરોહી પંડિત છે..હું તમારી