"હેશટેગ લવ" ભાગ-૮ જે છોકરા માટે મારા મનમાં વિચારો જગ્યા હતાં એ છોકરો મને સિગ્નલ ઉપર આટલા દિવસમાં ક્યારેય ના દેખાયો. રોજ સાંજે હું એ જે સમયે ત્યાંથી પસાર થયો હતો એ સમયે આવીને ઊભી રહેતી. પણ મને રોજ રોજ નિરાશા જ મળતી ગઈ. છતાં એ ક્યાંક દેખાઈ જશે એ આશા સાથે હું રોજ હવે ત્યાં એની રાહ જોવા લાગતી. પણ પછી ક્યારેય એ ત્યાંથી પસાર થયો નહિ. એક દિવસ હું કૉલેજથી હોસ્ટલમાં આવી ત્યારે હોસ્ટેલના કેમ્પસમાં એક સ્કૂટર પડ્યું હતું. કોઈ નવી વ્યક્તિ હોસ્ટેલમાં આવે તો સ્વભાવિક રીતે અમને નવાઈ