પ્રકરણ ૪ (કાવ્યા એની મમ્મી માધવીબેન સાથે વલસાડની એમની હોસ્પિટલ વ્હાઈટ ડવમાં આવે છે જયાં માનસિક રોગીઓની સારવાર કરાતી હોય છે. આ હોસ્પિટલ સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ જોડાયેલી હોય છે કાવ્યા એ વિશે જાણવા માંગતી હોય છે. હોસ્પિટલમાં કામ કરતો ડૉક્ટર શશાંક એને અજીબ લાગે છે, શકમંદ લાગે છે. શશાંક માધવીબેન સાથે હવેલીએ ગયો એ જાણીને કાવ્યાને ગુસ્સો આવે છે....) “છોડીદો મને....હું કઉં છું છોડો...મને!” નીચે લોબીમાં એક સત્તર અઢાર વર્ષની છોકરી ચીસાચીસ કરી પોતાને છોડાવવા પ્રયત્ન કરતી હતી. એના સગા, હોસ્પિટલની એક આયા અને એક નર્સ એને પરાણે ખેંચીને અંદર લાવતા હતા.કાવ્યાનું ધ્યાન આ શોરબકોર તરફ ગયું. પહેલી