અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૪

(24)
  • 3.3k
  • 6
  • 1.6k

સવાર થતા સતિષ નરેશને બોલાવવા ગયો. નરેશ પણ કોલેજ માટે તૈયાર થઈ નીકળતો જ હતો. એવા સમયે તે સતિષને જોઈને નવાઈ પામી બોલ્યો,“અરે સતિષ! શુ વાત છે! આજ આટલો જલ્દી સ્કૂલના ટાઈમ પહેલા તૈયાર થઈ ગયો. કહેવું પડે તારામાં આટલો ચેન્જ જલ્દી આવી જશે એ મેં વિચાર્યું પણ નહતું.”“હા, કાલ નક્કી કર્યું હતુ ને કે નવી શરૂઆત કરવી છે. તો ચાલો બસ સ્ટોપ સુધી સાથે જઈએ ત્યાંથી તુ કોલેજ જજે અને હું મારી સ્કૂલે જઇશ. ઓકે. તો નીકળીએ.” સતિષ હસીને બોલ્યો.“હા કેમ નહિ.” કહી નરેશે પોતાનુ બેગ લઈ ચાલવા માંડ્યું.બસ સ્ટોપ પહોંચતા જ નરેશે હસીને કહ્યું,“તો સતિષ. આજનું શુ આયોજન