ફેશનની ABCD

  • 6.1k
  • 1
  • 1.6k

‘ખજાનો’ના આ પહેલા અંકમાં ‘ફેશન ફંડા’માં જાણો ફેશનની અમુક બેઝિક વાતો. રોજબરોજના જીવનમાં કામ લાગશે ! ફેશનનો કક્કો નહીં, એ, બી, સી, ડી, એફ… વસ્ત્ર પરિધાન કે પછી પોશાક ધારણ કરવાની ઢબ કે શૈલી, એટલે ફેશન. ગુજરાતીમાં ફેશન શબ્દનો સરળ અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ તો મજા આવે એવું નથી. આપણે તો ફેશન શબ્દને જ જાણે પોતાનો કરી મૂક્યો એમ છૂટથી વાપરીએ છીએ. હેં ને? જો કે ફેશન એ ફક્ત વસ્ત્રસજ્જા પૂરતું સીમિત ક્યાં છે? ઉપયોગમાં લેવાતી લગભગ હરેક પ્રચલિત વસ્તુ કે બાબતને ફેશન શબ્દ સાથે જોડી શકાય છે. એ દરેક બાબત જે સામાન્ય જીવન સાથે સંકળાયેલ છે એનો સીધો સંબંધ