રહસ્યના આટાપાટા - ભાગ 11

(108)
  • 6.8k
  • 4
  • 3.1k

ઇમારતની ઉપર આવેલી કૅબિનમાં ડૉ. જેકિલના બદલે બીજું કોઈ છુપાઈ રહ્યું છે એવી શંકા કરનાર પોલે તેને જોયો હોવાનો દાવો કર્યો એટલે અટરસન વિચારમાં પડી ગયો. થોડી વારે તે બોલ્યો, “તું કહે છે તે વિશે વિચાર કરતાં મામલો પેચીદો લાગે છે, પણ તેનાથી જેકિલ મરી ગયો છે તેવું સાબિત થતું નથી. ઊલટું, મને તો આશાનું કિરણ દેખાય છે. કદાચ એવું પણ બને કે તેં જેને જોયો તે જ જેકિલ હોય, પણ કોઈ વિકૃત બીમારીનો ભોગ બન્યો હોવાથી મહોરું પહેરીને બહાર નીકળ્યો હોય. બદલાયેલો અવાજ, ચહેરા પરનું મહોરું, મિત્રોને મળ્યા વગર રૂમમાં પૂરાઈ રહેવું, કોઈ દવા માટે અજબ બેતાબી, વગેરે