બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)

(179)
  • 6.3k
  • 14
  • 3.4k

સવારથી બધા વિદ્યાર્થીઓ ખુશ હતા ..કારણ આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ... એક બીજા થી બધા મિત્રો અલગ થઈ જશે... પછી તો ક્યારે,ક્યાં અચાનક મળવાનુ થશે કે નહી..કોલેજના દિવસો કેટલા ઝડપી પસાર થઈ ગયા ખબર પણ ન પડી...હજુ આવતી કાલે જ તો હું મારું ગામ છોડીને મા બાપુજી ના અરમાન ને પાંખો આપવા.. શહેર આવેલો... મારી નાની બહેન..એની ખામોશી.. એની સજલ આંખો..ના જાણે કેવા તોફાનોને અટકાવી ચહેરા પર આછું સ્મિત લાવી... મને પરાણે શહેર જવાની સજા આપી... વિદાય કરવા ગામને પાદર આવેલી...હું એના ચહેરા ને ભણી લઉં એના પહેલા જ એણે ટીખળ