હેશટેગ લવ ભાગ - ૭

(99)
  • 6.2k
  • 7
  • 2.4k

હેશટેગ લવ -૭એ લોકો મારી સામે જોઈ હસી રહ્યાં હતાં. પણ મેં કોઈ પ્રતિક્રિયા ના આપી. શોભના અને સુસ્મિતાએ દાંતથી બોટલ ખોલી. અને પીવા લાગ્યા. શોભનાએ બે ઘૂંટ મારી અને બોટલ મેઘનાના હાથમાં આપી. અને સુસ્મિતાએ મારી સામે બોટલ લાંબી કરી. મેં ના પાડી. અને એ ત્રણ પાછા હસવા લાગ્યા. સુસ્મિતાએ કહ્યું :"શું થયું ડિયર ? પી લે. મઝા આવશે.""ના, હું ડ્રિન્ક નથી કરતી. તમે પી લો."મેં જવાબ આપ્યો. પણ એ લોકો હવે વધુ આજીજી કરવા લાગ્યા. શોભના અને મેઘના પણ મને કહેવા લાગ્યા. મેઘનાએ કહ્યું :"અરે ગાંડી, આ દારૂ નથી. આ બિયર છે. અને એ પીવી શરીર માટે સારી