રહસ્યના આટાપાટા - ભાગ 10

(122)
  • 6.3k
  • 5
  • 3.1k

દીવાનખંડમાં ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હતો, તાપણું જોરશોરથી સળગી રહ્યું હતું અને બધા નોકરો ઘેટાંના ટોળાની જેમ એકઠાં થયા હતા. અટરસનને આવેલો જોઈ ઘરની જૂની નોકરાણીએ જેકિલના નામની પોક મૂકી, જાણે જેકિલ મૃત્યુ પામ્યો હોય તેવી તે પોક હતી. તે દોડીને અટરસનને ભેટી પડી. પછી તો, “સારું થયું તમે આવી ગયા” કરીને રસોઇયણ પણ રડવા લાગી. “તમે બધા અહીંયા છો તો જેકિલ પાસે કોણ છે ? તમારો માલિક મુસીબતમાં છે ને તમે તેને એકલો છોડી દીધો છે ?” અટરસન અસ્વસ્થ થઈ ગયો. “અમે બધા ખૂબ ડરી ગયા છીએ.” પોલે નીચું જોઈને કહ્યું. બધાએ શરમથી મુંડી નમાવી દીધી. થોડી