ભેદી ટાપુ - ખંડ બીજો - 2

(306)
  • 13.3k
  • 14
  • 7.5k

9મી ઓકટોબરે હોડી તૈયાર થઈ ગઈ. ખલાસીઓ પોતાનું વચન પાળ્યું હતું. તેમાં ત્રણ બેઠકો હતી બંને છેડે એક એક, અને એક વચમાં. હોડીની લંબાઈ 12 ફૂટ હતી અને તેનું વજન આશરે 5 મણ જેટલું હતું. હોડીને ગ્રેનાઈટ હાઉસ પાસેના દરિયા કિનારે લઈ ગયા. પછી તેને દરિયામાં તરતી કરી. ખલાસી કૂદીને તેમાં બેસી ગયો. “ આ હોડીથી આપણે પ્રદક્ષિણા કરી શકીએ--” ખલાસી બોલ્યો. “દુનિયાની?” સ્પિલેટે પૂછ્યું. “ના, આ ટાપુની.” ખલાસીએ જવાબ આપ્યો.