દિવાનગી ભાગ ૫

(101)
  • 4k
  • 7
  • 2k

     "સમીરા, ક્યાંય નહીં જાય." આ અવાજ સાંભળી ને સાહિલ અને સમીરા બંને ચોંકી ગયા. તે બંને એ સામે જોયું તો‌ ગ્રીન રંગ ના શટૅ અને બ્લેક પેન્ટ પહેરેલો એક ખુબ જ હેન્ડસમ  યુવાન ઉભો હતો. તેના ચહેરા પર આછી આછી દાઢી હતી જે તેને  વધારે આકર્ષક બનાવતી હતી.તે પ્રતીક હતો.       પ્રતીક ને જોઈને સાહિલ એ વ્યંગ માં હસીને કહ્યું," વાહ, તારો આશિક તો અહીં પણ પહોંચી આવ્યો."     સમીરા એ પ્રતીક તરફ જોઈને કહ્યું," તું અહીંથી જા." પ્રતીક એ કહ્યું," ના, હું તને આ માણસ સાથે જવા નહીં દઉં."    આ સાંભળી ને સાહિલ ને ગુસ્સો આવ્યો