નો-રીટર્ન-૨ ભાગ-૪૬ સમગ્ર કમરો સ્તબ્ધતામાં સરી પડયો. કાર્લોસે તેનો માસ્ટર સ્ટ્રોક ખોલ્યો હતો, અને અમારા બધાનાં રીએકશનો જોઇને તેના ચહેરા પર કૂટીલ હાસ્ય પથરાયું હતું. અમારી સાથે સફરમાં તે એક એવા દાનવને જોડી રહયો હતો જેની હાજરી માત્રથી અમારા મોતીયા મરી ગયા હતાં. પુરા સાત હાથ ઉંચો એ મહા માનવ કોઇ પુરાતનકાળનાં દૈત્ય સમાન ભાસતો હતો. જાણે તે કોઇ પુરાણોની કથામાંથી જીવંત થઇને અમારી સમક્ષ પ્રગટ થયો ન હોય..! તેની હાજરીથી આખો કમરો ભરાઇ ગયો હતો અને કમરામાં ફક્ત તે એકલો જ ઉભો હોય એવું લાગતું હતું. હું તો તેને જોઇને જ ઠંડો પડી ગયો હતો. અનેરીની પણ