હેશટેગ લવ ભાગ -૬

(108)
  • 5.9k
  • 7
  • 2.4k

"હેશટેગ લવ" ભાગ-૬ફોનમાં સામા છેડેથી અવાજ આવ્યો :"હેલ્લો, કેમ છે બેટા તું ? તને બરાબર ફાવી તો ગયું ને ? કોઈ તકલીફ તો નથી ને ?"પપ્પાના આટલા બધા પ્રશ્નોનો હું એક જ જવાબ આપી શકી "હા"પપ્પા અને મમ્મી મને ખુબ યાદ કરતાં હોવાનું કહ્યું. મારી આંખોના આંસુ ભરાઈ આવ્યા. પપ્પાનો અવાજ પણ સામા છેડે ધીમો પડતો સંભળાયો પણ એ મારી આગળ રડવા નહોતા માંગતા એ મને સમજાઈ રહ્યું હતું. મારે મારી મૂંઝવણ વિશે પપ્પા સાથે વાત કરવી હતી અને મેં વાત આરંભી.."પપ્પા, મારી કૉલેજ બપોરે છૂટી જાય છે, અને રૂમ પર આવ્યા બાદ હું એકલી થઈ જાવ છું, મારા રૂમમાં